Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સ્ટેટ GST વિભાગની બોગસ બિલિંગ મામલે મોટી કાર્યવાહી : એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ

ભાવનગરથી મોહમ્મદ અબ્બાસ મેઘાણીની ધરપકડ

>અમદાવાદ :  સ્ટેટ GST વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરી છે. બોગસ બિલીગ કૌભાંડ મામલે વધુ બે લોકોની ધરપકડ કરી છે. ભાવનગરથી મોહમ્મદ અબ્બાસ મેઘાણીની ધરપકડ કરી છે. 25 બોગસ પેઢીઓ ઓપરેટ કરી રૂ. 739 કરોડના બોગસ બિલ ઇસ્યૂ કર્યાં હવાનું સામે આવ્યું છે. રૂ.135 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અન્ય વેપારીઓને બદલી હતી. અન્ય એક પ્રકરણમાં શબાના કલ્લીવાલાની ધરપકડ કરાઈ છે. એચ. કે. મેટલના માલિક શબાના કલ્લીવાલાએ બોગસ બિલીગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. રૂ. 87 કરોડના બોગસ બિલ દ્વારા રૂ. 16 કરોડની વેરાશાખ અન્ય વેપારીઓને બદલી કરી હતી.
(11:02 pm IST)