Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

૫૦ લાખથી વધુ લોકોમાં એક્સપોનો પ્રચાર-પ્રસાર કરાશે

૨૪મી ઓગસ્ટથી ટેક્સટાઈલ વર્ચ્યુઅલ એક્સપો : દેશના સૌથી પ્રથમ વર્ચ્યુઅલ એક્સપો માટે બુકિંગ શરૂ, ૯૦ દિવસ સુધી ટેક્સટાઇલ વર્ચ્યુઅલ એક્સ્પો ચાલશે

અમદાવાદ, તા. : કાપડ બજારમાં પ્રવર્તી રહેલી ભયાનક મંદી ને દુર કરવા માટે મસ્કતી કાપડ મહાજન દ્વારા દેશનું પ્રથમ વર્ચ્યુઅલ એક્સપો યોજવામાં આવી રહ્યો છે. ૨૪મી ઓગસ્ટ થતો ટેક્સટાઇલ વર્ચ્યુઅલ એક્સપો ૯૦ દિવસ સુધી ચાલશે અને તેમાં દુનિયાભરના ૧૦૦ દેશોમાં ૫૦ લાખથી વધુ લોકો વચ્ચે પ્રચાર-પ્રસાર થશે. આટલું નહીં સાડા ચાર લાખ લોકોને તો ઓનલાઇન ઇન્વિટેશન પણ આપવામાં આવશે.

લાખો લોકો સુધી અમદાવાદના કાપડના વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા મટિરિયલની ડિઝાઇનો પણ પહોંચશે કાપડ બજાર ના અગ્રણીઓના જણાવ્યા મુજબ એક્સ્પોમાં ઘણી બધી વિશેષતાઓ રહેલી છે જેમકે સેક્સ બ્લુ માત્ર અમદાવાદના વેપારીઓનું નહીં પરંતુ દેશના તમામ વેપારી સંગઠનો તેની સાથે જોડાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ભારતના તમામ ફેબ્રિક મહાજનો -એસોસિએશન અને એક્ઝિબિશનમાં એસોસિયેટ તરીકે જોડાવા અપીલ કરાશે. ઉપરાંત થ્રીડી ઈમેજમાં તમામ મટીરીયલ રજૂ કરવામાં આવશે સાથે સાથે દુનિયાભરના કોઇપણ ક્લાયન્ટ કોઈપણ સ્ટોલની મુલાકાત લેશે તો તેના માટે તેણે ઓનલાઇન જે તે સ્ટોલ ધારકની મંજૂરી પણ લેવાની રહેશે. વેપારીઓ ખરીદનાર વેચનાર એકબીજા સાથે ર્હઙ્મૈહી મીટીંગ કરવાની સાથે-સાથે ડિજિટલ વીઝીટીંગ કાર્ડ ની પણ આપ-લે કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદના કોટન ઉપરાંત તમામ પ્રકારના ફેબ્રિક્સ મટીરીયલ તેમજ જુદી જુદી ડીઝાઈનો અને જુદા જુદા માટેરિયલ  વિશ્વભરના વેપારીઓ ઓનલાઇન જોઈને તથા ચેક કરીને ઓર્ડર આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

એક્સ્પોમાં ૧૦૦થી વધુ એક્ઝીબીટર્સ ભાગ લેશે

વેપારીઓ માટે એક્સ્પો આશીર્વાદરૂપ રહેશે

બાબુલાલ સોનીગરા, કન્વીનર

મસ્તી કાપડ મહાજન દ્વારા યોજાઇ રહેલા દેશના પ્રથમ વર્ચ્યુઅલ એક્સપો અંગે માહિતી આપતા બાબુલાલ સોનીગરાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જે એક્ઝિબિશન થયા તેમાં વ્યાપારીઓને મોટા ઓર્ડર મળ્યા છે જેને કારણે એક્સપો માટે પણ મોટા પ્રમાણમાં બુકિંગ થઇ રહ્યું છે અને૧૦૦થી વધુ એક્ઝીબીટર્સ ભાગ લેશે .

અમદાવાદના વેપારીઓ માટે એક્સ્પો આશીર્વાદરૂપ સાબિત થશેઃ ગૌરાંગ ભગત

જે રીતે કાપડ બજારમાં મંદી પ્રવર્તી રહી છે તે જોતા એક્સપોર્ટ અમદાવાદના કાપડ વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે કેમ કે તમામ વેપારીઓ પોતાની તમામ પ્રોડક્ટ કોમ્પ્યુટર કે મોબાઈલના સ્ક્રીહ્વ ઉપર દુનિયાભરના વેપારીઓને બતાવી શકશે અને તેને આધારે તેઓ મોટા ઓર્ડર પણ મેળવી શકશે. સાથે સાથે દેશ અને દુનિયાભરના વેપારીઓને અમદાવાદના બે વેપારીઓ દ્વારા તૈયાર કરાયેલા મટીરીયલ ની માહિતી પણ મળશે.

મોટા ઓર્ડર મળવાની લીધે પ્રોસેસ હાઉસો પણ ધમધમતા થશે જે જરૂરી છે.: નરેશ શર્મા

જો અમદાવાદના વેપારીઓને દેશ અને દુનિયાભરમાંથી ઓર્ડર મળતા થશે તો તેઓ કાપડ તૈયાર કરાવવા માટે પ્રોસેસ હાઉસની જરૂર પડશે જેને કારણે અમદાવાદના પ્રોસેસ હાઉસ કે જે હજારો લોકોને રોજીરોટી આપે છે અને અમદાવાદના અર્થતંત્રમાં પણ તેમનો મોટો ફાળો છે તે ફરીથી ધમધમતા થઇ જશે.

(8:04 pm IST)