Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ખાનગી તબીબોને સેવા માટે રોજના ૫૦૦૦ રૂપિયા મળશે

કોરોનાના કપરા કાળમાં સરકારની ખાસ ઓફર : સેવા દરમિયાન ખાનગી તબીબ સંક્રમિત થાય તો પણ તેને કોરેન્ટાઈન સમયનું વળતર, દવાનો ખર્ચ સરકાર આપશે

ગાંધીનગર, તા. : ગુજરાત સરકારે રાજયના ખાનગી તબીબોને હવે કોરોના સેવામાં જોડાવવા માટે આકર્ષક ઓફર કરી છે. તમામ તબીબોને મોકલવામા આવેલા એક સંદેશામાં સરકારે દિવસ માટે દરેક તબીબ સરકારી સેવામાં જોડાય તે માટે આમંત્રણ આપ્યું છે. જેમાં તમામ ખાનગી તબીબો જોડાઇ શકશે.

તેઓને પ્રતિદિન રૂ.૫૦૦૦ નું ખાસ વળતર આપવામાં આવશે. ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહયું છે અને સરકારી હોસ્પિટલમાં તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ પણ સંક્રમણનો ભોગ બનતા કોરોના સારવાર માટે પુરતા તબીબો મળવા સામે પ્રશ્ર્ન ઉભો થયો છે. તે સમયે અને જો તબીબ કોરોના સંક્રમીત થાય તેને કોરોન્ટાઇન પીરીયડના રૂ.૧૫૦૦૦ આપવામાં આવશે. ઉપરાંત ખાનગી તબીબોની દવાઓનો સંપુર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. વ્યવસ્થામાં ફીજીશ્યન, ક્રિટીકલ કેર નિષ્ણાત સહિતના વિવિધ તબીબ શાખાઓના લોકો જોડાઇ શકશે. સરકારે હાલ પ્રથમ તબકકે દિવસની ડયુટી ઓફર કરી છે અને ત્યારબાદ તબીબ ચોકકસ સમય પસાર કર્યા બાદ ફરી એકવખત દિવસ માટે સરકારી સેવામાં જરૂર હશે તો જોડાઇ શકશે. રાજયમાં જે રીતે સરકારી હોસ્પિટલોમાં તબીબો સંક્રમીત થઇ રહયા છે તે જોતા વ્યવસ્થા કરી હોવાનું આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયુ છે.

(7:54 pm IST)