Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર : નવા 1009 કેસ પોઝીટીવ નોંધાયા : કુલ કેસનો આંક 64,684 : વધુ 22 લોકોના મોત : મૃત્યુઆંક 2509 થયો

સુરતમાં સૌથી વધુ 258 કેસ,અમદાવાદમાં નવા 251, વડોદરામાં 98 કેસ, રાજકોટમાં 85 કેસ, ભાવનગરમાં 47 કેસ, મહેસાણામાં 26 કેસ, પંચમહાલમાં 26 કેસ, ખેડામાં 20 કેસ, અમરેલીમાં 19 કેસ, ભરૂચમાં 18 કેસ અને ગાંધીનગરમાં નવા 25 કેસ નોંધાયા : વધુ 974 દર્દીઓ સાજા થતા કુલ 47561 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1009  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 64,684 થઇ છે જયારે આજે વધુ 22 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2509 થયો છે બીજીતરફ આજે વધુ 974 દર્દીઓ સાજા થતા કુલ 47561 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જોકે રાજ્યમાં હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14614 છે

   રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14614 છે  આ એક્ટિવ કેસમાંથી 14531 દર્દી સ્ટેબલ છે જ્યારે 83 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 974 દર્દીઓ સાજા થતા કુલ 47561 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જયારે કુલ 2509 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત આજે પણ યથાવત છે

   આજે નોંધાયેલા નવા 1009  કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 198 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 139 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 258 થયા છે  અમદાવાદ જિલ્લામાં 251 કેસ નોંધાયા છે  જયારે  વડોદરામાં 98 કેસ, રાજકોટમાં 85 કેસ,ભાવનગરમાં 47 કેસ,મહેસાણામાં 26 કેસ,પંચમહાલમાં 26 કેસ, ખેડામાં 20 કેસ, અમરેલીમાં 19 કેસ,ભરૂચમાં 18 કેસ અને ગાંધીનગરમાં નવા 25 કેસ નોંધાયા છે 

(7:41 pm IST)