Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ચાર્જ સાંભળ્યો : ડીજીપી આશિષ ભાટિયાના અનુગામી બન્યા

ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી અમિત વિશ્વકર્માએ તેમનું સ્વાગત કર્યું

અમદાવાદ: અમદાવાદના નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે  રક્ષાબંધનના પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી અમિત વિશ્વકર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. 1986 બેંચના ડીજી સંજય શ્રીવાસ્તવ હાલના ડીજીપી આશિષ ભાટિયાના અનુગામી બની શકે છે.

અમદાવાદના નવા પોલીસ કમિશનર 1986 બેંચના ડીજી સંજય શ્રીવાસ્તવ આજે સોમવારે અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાલી લીધો હતો. ગુજરાતના તત્કાલિન ડીજીપી શિવાનંદ ઝા નિવૃત્ત થતા રાજ્ય સરકારે 1986 અને 1987 બેંચના એડિશનલ ડીજી રેન્કના અધિકારીઓને ડીજીમાં બઢતી આપી હતી. તત્કાલિન ડીજીપી નિવૃત્ત થતા તેમની જગ્યાએ અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાના રાજ્યના ડીજીપી બનાવ્યા હતા. ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની કરી હતી. ડીજી સંજય શ્રીવાસ્તવ સીઆઈડી ક્રાઈમના ડીજી ઉપરાંત રાજ્ય ગુપ્તચર વિભાગના વધારાનો હવાલો ધરાવતા હતા. ડીજીપી આશિષ ભાટિયા બાદ 1986 બેંચના ડીજી લાંચ-રિશ્વત બ્યૂરોના ડાયરેક્ટર કેશવ કુમાર અને પોલીસ રિફોર્મના ડીજી ડો. વિનોદ મલ એપ્રીલ 2021માં નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના પછી 1987 બેંચના ડીજી સંજય શ્રીવાસ્તવ પાસે નિવૃત્તિનો લાંબો સમય હોવાથી તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અમદાવાદ શહેરમાં ઝોન-2ના ડીસીપી રહી ચુક્યા છે. તેઓ ગાંધીનગર એસપી હતા ત્યારે તેમની ડીઆઈજીમાં બઢતી લઈને રાજકોટના પોલીસ કમિશનર બન્યા હતા. તેઓ સુરત શહેરના સેક્ટર-2ના જોઈન્ટ સીપી પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાના એડીજી ટેક્નિકલ સર્વિસિસ, એસઇઆઆરબી અને એસઆરપીના એડીશનલ ડીજી પણ રહી ચુક્યા છે. રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા મે 2020 સુધી રાજ્યના ડીજીપી તરીકે રહેશે. તેમના પછી સિનિયારિટી પ્રમાણે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ડીજીપી બની શકે છે.

(7:17 pm IST)