Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ગુજરાતના પ્રથમ પ્લાઝમા ડોનર ફૈઝલે સીએમ ફંડમાં રૂ. 2.21 લાખનું કર્યું અનુદાન

ત્રણ વખત પ્લાઝમા દાન કરનાર ફૈઝલ ચુનારાનો 50 વખત પ્લાઝમા ડોનેટનો સંકલ્પ

સુરતઃ મુખ્યમંત્રીની વિજયભાઈ રૂપાણીની સુરત મુલાકાત દરમિયાન ત્રણ વખત પ્લાઝમાનું દાન કરનાર ફૈઝલ ચુનારાએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રુ. 2.21 લાખનું દાન આપ્યું છે  દેશભર અને ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોનાની મહામારી જવાનું નામ નથી લઇ રહી. ત્યારે ફૈઝલે 50 વખત પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ પણ લીધો છે.

વિદેશથી આવ્યા બાદ કોરોના પોઝિટિવ થયેલા સુરતના ફૈઝલ ચુનારાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સારવારથી સાજા થયા બાદ પ્લાઝમા ડોનેટ કરવાનું અભિયાન સરકાર દ્વારા શરૂ કરાયું હતું. જેમાં ફૈઝલે પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કર્યું હતું. જોકે ત્યાર બાદ તેને વધુ બે વખત પ્લાઝમા ડોનેટ કર્યું હતું. આમ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનાર ગુજરાતનો પ્રથમ ડોનર બન્યો છે.

ફૈઝલના આ ભગીરથ કાર્ય બદલ સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્લાઝમા દાન માટે ખ્યાતિ મેળવનાર ફૈઝલે સીએમ રાહત ફંડમાં રૂ.૨.૨૧ લાખનું દાન કરીને દાનેશ્વરી ભામાશા સમોવડી ખુમારી બતાવી માનવતાનું એક અનેરું ઉદાહરણ સમાજને પૂરૂ પાડ્યું છે. મુખ્યમંત્રી પણ તેની સમાજ ભાવના અને ઉમદા અભિગમથી પ્રભાવિત થયાં છે.
કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા ફૈઝલ ચુનારાએ સતત ત્રણ વાર પોતાનું પ્લાઝમા ડોનેટ કર્યું છે, સાથોસાથ ૫૦ વખત પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ પણ કર્યો છે.

(6:34 pm IST)