Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સ્નેહ ફાઉન્ડેશન દ્વારા "એક રક્ષા કોરોના વોરીયસ માટે" રક્ષાબંધનની ઉજવણી કરાઈ

સ્નેહ ફાઉન્ડેશનની બહેનોએ કોરોના વોરિયર્સને રાખડી બાંધી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :"એક રક્ષા કોરોના વોરીયસ માટે" રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. સ્નેહ ફાઉન્ડેશન ની બહેનોએ કોરોના વોરિયર્સને રાખડી બાંધી હતી. વર્તમાન સમયમાં વિશ્વ આખું કોવીડ 19 ની મહામારી થી બચવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે , ત્યારે પોતાના ઘર,પરિવાર, કુટુંબ, સમાજ ની ચિંતા કર્યા વગર અને પોતાનો જીવ જોખમમાં મુકી સતત પોતાની ફરજ નિભાવનાર કોરોના વોરીયસ ને એક નવી ઊર્જા, શક્તિ , આનંદ અને ઉત્સાહ વધારવા માટે પવિત્ર તહેવાર “રક્ષાબંધન”ની ઊજવણી કરવામાં આવી હતી.
   સ્નેહ ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન ની ઉજવણી નરોડા પોલીસ સ્ટેશન અને માધવ પૂરા પોલીસ સ્ટેશન તેમજ નરોડા રેલેવ સ્ટેશન ઝુંપડપટ્ટી વિસ્તારમાં કરવામાં આવી હતી. જેમાં આપડા દેશ અને આપડા વિસ્તાર માટે હંમેશા સેવા કરતા પોલીસ કર્મચારી ભાઈઓને રાખડી બાંધી એમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી. તેમજ ગરીબ બાળકો ને રાખડી બાંધી અને બિસ્કીટ આપવામાં આવ્યાં. તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. જેમાં સ્નેહ ફાઉન્ડેશન ના સભ્ય શિવાંગી , પૂર્વી, નિકિતા અને આશિષ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

(6:11 pm IST)