Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

લાયન્સ ક્લબ અને બ્રહ્માકુમારીઝ વિરમગામ દ્વારા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો

રક્ષાબંધન પર્વ પર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને લાયન મિત્રોને રાખડી બાંધવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ વિરમગામ અને બ્રહ્માકુમારીઝ વિરમગામના સંયુકત ઉપક્રમે વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને લાયન મિત્રોને રાખડી બાંધવાનો કાર્યક્રમમ યોજાયો હતો. શિયાળો, ઉનાળો કે પછી ચોમાસું એમ ત્રણેય ૠતુઓમાં ટાઢ, તડાકો કે વરસાદની સહેજ પણ ચિંતા કર્યા વગર અવિરત જે આપણી સેવા કરે છે તેવા પોલીસ, હોમ ગાર્ડ સહીતના  કર્મચારીને બ્રહ્માકુમારીઝના દીદી દ્રારા રાખડી બાંધી રક્ષાબંધનનાં પવિત્ર તહેવારની ઊજવણી કરવામાં આવી હતી.

  આ કાર્યક્રમમાં  બ્રાહ્માકુમારીઝના ધાર્મિષ્ઠા દીદી, લાયન્સ ક્લબનાં પ્રમુખ મુર્તુઝા પટેલ, સેક્રેટરી પરેશ દેસાઈ, ગોકુલ પટેલ, લીઓ પ્રમુખ પુન્ડરીક વોરા સહિત લાયન્સ મેમ્બર તેમજ લિયો ટીમે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(6:10 pm IST)