Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ર૦ હજાર ઉછીના લીધા અને દર મહિને પ૬૦૦ વ્યાજ ચૂકવતા'તા

લોકડાઉનના કારણે ર મહિના થી વ્યાજ આપી શકતા ન હોય ભયાનક ઉઘરાણીઃ અંતે હારી ગયેલ અરૂણભાઇ સોનીએ જીવન જ ટુંકાવી નાખ્યું

  સુરત, તા. ૩ : અમરાલી પોલીસના જણાવ્યા મુજબ  કોસાડગામ લીંબડા ફળિયામાં રહેતા  ભાનુબેન અરૂણભાઈ સોની  (ઉ.વ.૫૦)એ ગઈકાલે લાલા અને તેના  મળતીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે  જેમાં જણાવ્યુ હતું કે ભાનુબેનના પતિ  અરૂણભાઈ કેટરીંગનું કામ કરવાવાળા  વેઈટરો અને જમવાનું બનાવવા વાળી  મહિલાઓના કાન્ટ્રાકટર લેવાના ધંધો કરતા હતા અને પરિવારનું જીવન  ગુજરાન ચલાવતા હતા.

દરમિયાન  અરૂણભાઈએ રાત્રે ઘરમાં છતને ફીટ  કરેલ એંગલના હુક સાથે ડબલ દોરી  બાંધી ફાંસાખાઈ આપધાત કર્યોં હતો. પોલીસને ભાનુબેનના ઘરનું પંચનામું કરતી વખતે અરૂણભાઇએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇટનોટ નોટબુકમાંથી મળી આવી હતી. જેમાં વ્યાજનો ધંધો કરતા લાલ (રહે.કોસાડ રોડ હરિધામ) સોસાયટી પાસેથી અરૂણભાઇએ રૂીપયા ર૦ હજાર વ્યાજે લીધા હતા અને દર અઠવાડિયે રૂપિયા ૧૪૦૦ વ્યાજ ચુકવતા હતા.   મહિને રૂપિયા ૫૬૦૦  વ્યાજ પેટે આપતા હતા.

દરમિયાન  લોકડાઉનમાં મંદીના કારણે બે  મહિનાનુ વ્યાજ નહી ચુકવતા લાલાએ  અવાર-નવાર ઘરે આવી વ્યાજના  ઉઘરાણી કરી બાઈકની આરસીબુક,  બે કોરા ચે ક બળજબરીથી લઈ ગયા  હતા અને અવાર-નવાર તેના  મળતીયાનો ઘરે માકલી માનસિક  ત્રાસ આપી જાનથી મારી નાંખવાની  ધમકી આપતા હતા. તેના કારણ  અરૂણભાઈએ નાસીપાસ થઈ આપદ્યાત  કર્યો હતો. હતો બનાવ અંગ પોલીસે  ભાનુબેનની ફરિયાદ લઈ ફાયનાન્સર  લાલા અને તેના સાગરીતો સામે  દુષ્પ્રેરણાનો ગુના દાખલ કરી તપાસ     હાથ ધરી છે.

(2:58 pm IST)