Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

હારીજમાં સ્વાઈન ફલૂનો કેસ પોઝીટીવ;આરોગ્ય તંત્રમાં દોડધામ :તબીબોની દેખરેખમાં સારવાર

હારીજમાં એક સ્વાઈન ફલૂ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા તંત્ર હરકતમાં આવી ગયુ છે. એક મહિલાને સતત તાવ રહેતો હતો જેથી તેને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. હોસ્પિટલમાં લોહીના રિપોર્ટ કઢાવતા સ્વાઇન ફ્લૂ પોઝીટીવ આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થિતીની નજાકતને લઇને મહિલાને તબીબોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનો કહેર વરસી રહ્યોં છે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તંત્ર સતત પ્રયાસો કરી રહી છે ત્યારે આ કેસ આવતા તંત્ર સામે જાણે બીજી મોટી સમસ્યા આવતા સતર્ક થવુ પડશે.

(8:15 pm IST)