Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:આવતા સપ્તાહમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે : અંબાલાલ પટેલ

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ ખાબકશે : 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા

અમદાવાદ ; રાજયમાં ઘણા ભાગોમાં વરસાદ થતા ઊભા કૃષિ પાકોને ફાયદો થયો છે અને મૂંઝાતા પાકને જીવતદાન મળેલ છે. ભૌગોલિક બાબતો ગ્રહો તેમજ અન્ય આધારે જોતા હજુ પણ રાજયના ભાગોમાં વરસાદ થવાના સંકેત છે. ત્રણ  ઓગસ્ટ સુધીમાં રાજયના ઘણા ભાગોમાં હજુ વરસાદ પડવાના એંધાણ છે.

ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે વિસ્તારોમાં વરસાદ પડી શકે. જોકે હજુ કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ નથી. આથી પાટણ, મહેસાણા અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ સારો વરસાદ પડવાની સંભાવના છે.

કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થવાની સંભાવના છે. ઓગસ્ટ 03થી 10 સુધીમાં આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવતા ભારેથી અતિ ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતનાં ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઇના પશ્ચિમ સાગર કાંઠે પણ સારો વરસાદ થઇ શકે. ઓગસ્ટ 16 સુધીમાં રાજયનાં ભાગોમાં વરસાદ પડવાની શકયતા હોવાનું હવામાન જ્યોતિષશાસ્ત્રી અંબાલાલ દા. પટેલે જણાવ્યું છે....

(8:20 pm IST)