Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ભરૂચ અને અંકલેશ્વરમાં લાંબા વિરામ બાદ વહેલી સવારથી જ વરસાદ

ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક :ખેડૂતોમાં ખશીનો માહોલ :ખેતરોમાં ઉભા પાકમાં નવો સંચાર

ભરૂચ અને અંકલેશ્વર માં ઘણા લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. બાદમાં ધીમી ધારે વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

  વરસાદે વિરામ લેતાં નિંદામણ સહિતની કામગીરીમાં જોતરાયેલા ખેડૂતો ફરીથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા.ત્યારે અચાનક મેઘરાજાએ પોતાની હાજરી પુરાવતાં ખેતરોમાં ઉભા પાકમાં પણ જાણે નવો સંચાર થયો હતો.

  વરસાદને પગલે શહેરનાં માર્ગો ભીંજાયા હતા. જેના કારણે થોડા દિવસોથી ઉડી રહેલી ધૂળ-કાંકરીઓથી વાહન ચાલકોને રાહત સાંપડી હતી.

(1:30 pm IST)