Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં ભડકો :છેલ્લા બે દિવસમાં ડબ્બે રૂ,70 નો ઉછાળો

કપાસિયા તેલમાં પણ માલની અછતને કારણે તેજીનો માહોલ

અમદાવાદ: મગફળીની બજારમાં ઊભી થયેલી તીવ્ર અછત અને તહેવારોના આગમનને કારણે સીંગતેલના ભાવમાં ભડકો થયો છે છેલ્લા એક અઠવા‌િડયાથી તેજીનો માહોલ સર્જાયો છે. ‌સિંગતેલના ભાવ ડબાએ છેલ્લા બે દિવસમાં ૭૦ સુધીનો વધારો થયો છે.સાથે કપાસિયા તેલમાં પણ કાચામાલની અછતના પગલે વોશ મોંઘું થતાં કપાસિયા તેલમાં રોજેરોજ ૧૦ વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં૪૦નો વધારો કપાસિયા તેલમાં નોંધાયો છે.

  કેન્દ્ર સરકારે ‌મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં મગફળીના ભાવ એક હજારની આસપાસ કરી દીધા છે. તેથી જે ખેડૂતો પાસે મગફળીનો સ્ટોક છે તેમણે ૧૦૦૦નો ભાવ મળવાની આશાએ જથ્થો હોલ્ડ કરી દીધો છે. હાલમાં મગફળીના માલ ઉપર પકડ વધી જતાં બજારમાં માલ મળતો ઓછો થઇ ગયો છે.

  માર્કેટયાર્ડમાં મગફળીની આવક તદ્દન ઓછી છે, જે માલ વેચાય છે તે ‌િમલોને અગાઉની કિંમત કરતાં મોંઘા ભાવે મળે છે.

(1:17 pm IST)