Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ડીસાના ટેડોલ ગામ નજીક મહિલાને કારમાં અભદ્ર વર્તન કરીને વિડિઓ ઉતારી 1,20 લાખ પડાવ્યા

બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલા ટેટોડા ગામ નજીક અસામાજિક તત્વો દ્વારા મહિલાની પજવણી કરાતો વીડિયો વાઇરલ થયો છે.અસામાજીક તત્વોએ બળજબરી પૂર્વક આધેડ યુવક-યુવતીને કારમાં બેસાડી વીડિયો ઉતારી યુવક પાસે 1.20 લાખ પડાવવામાં આવ્યાં હતા 

  જાણવા મળ્યા મુજબ બનાસકાંઠાના ડીસા તાલુકમાં આવેલા ટેટોડા ગામની આ ઘટના છે. આધેડ યુવક યુવતી કારમાં બેઠા હતાં. ત્યારબાદ આ ઇસમો દ્વારા યુવતી સાથે કારમાં અભદ્ર વર્તન કરી વીડિયો બનાવામાં આવ્યો અને યુવતી સાથે કારમાં બેઠેલા યુવક પાસે એક લાખ રૂપિયાની માગ કરીને રૂપિયા પડાવવામાં આવ્યાં હતા યુવતીને બદનામ કરવાના ઇરાદે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો.હતો આ સમગ્ર મામલે પીડિત મહિલાએ ડીસા પોલીસ મથકમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. 

(12:53 pm IST)