Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

વહેલી સવારે ગાંધીનગરના શામિયાણામાં હુક્કાબારમાં SOG નો દરોડો :4 યુવતી સાથે 23 લોકોની અટકાયત

જુદી-જુદી ફ્લેવરના હુક્કા સાથે વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો પણ મળી

ગાંધીનગરના શામિયાણા હુક્કાબાર પર વહેલી સવારે SOGએ દરોડા પાડીને કુલ 27 યુવક યુવતીઓની અટકાયત કરી છે જેમાંથી 4 યુવતી અને 23 યુવકને હુક્કા પીતા ઝડપી પાડવામાં આવ્યાં છે

  .હુક્કાબારમાંથી જુદી જુદી ફ્લેવરના હુક્કા સાથે વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો પણ મળી આવી હતી. આ મામલે પોલીસે તમામ યુવક,યુવતી અને હુક્કાબારનાં માલિકો સામે ગુનો નોંધીને તપાસ આગળ વધારી છે.

 

 

(12:10 pm IST)