Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

સુરતમાં દબાણ હટાવ કામગીરી શરૂ:ફૂટપાથ પરથી સાડીનો જથ્થો જપ્ત :સાઈન બોર્ડ -બેનરો હટાવાયા

લારી-ગલ્લાઓ સાથે ઓટલાઓનું પણ ડિમોલીશન કરાયુ

સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે.કમેલા દરવાજાથી સુરતના રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ્સ માર્કેટમાં દબાણો દૂર કરવાની કામગીરી કરાઇ.છે જેમાં ફૂટપાથ પર સાડીનો જથ્થો મૂકીને દબાણ દૂર કરાયુ છે

   આ સાથે સુરત મનપાએ મોટી માત્રામાં સાડીઓના જથ્થાને પણ જપ્ત કર્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે.લારી-ગલ્લા સહિત દુકાનો બહાર મારવામાં આવેલ સાઈન બોર્ડ અને બેનર્સને પણ દૂર કરવામાં આવ્યા છે

  આ ઉપરાંત દુકાનદારો દ્વારા બહાર કાઢી લેવામાં આવેલ ઓટલાઓનું પણ ડિમોલીશન કરાયુ છે. સુરતમાં ડિમોલીશનની આ કામગીરીમાં મહાનગરપાલિકાનો મોટો સ્ટાફ કામગીરીમાં જોડાયો છે.

(10:54 pm IST)