Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

સુરતમાં જમીન છેતરપીંડી કેસમાં 2 એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ

અંદાજે 150 કરોડની જમીન નકલી પાવર બનાવી બાંધકામ કરી નાખતા કુલ આ વિરુદ્ધ ફરિયાદ

સુરત: સુરતમાં જમીન છેતરપીંડી કેસમાં 2 એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભાળાટ મચી જવા [પામ્યો છે સુરતમાં જમીન છેતરપીંડી પ્રકરણમાં કુલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડર મનહર કાકડીયાએ 2 એક્ઝીક્યૂટીવ મેજીસ્ટ્રેટ,2 વકીલ સહિત 8 સામે ફરિયાદ નોંધાવી છે.

  આ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. ભીમરાડ રોડ ખાતે આવેલી બ્લોક નંબર 114ની અંદાજિત 150 કરોડની 14 હજાર 63 ચોરસ મીટર જગ્યા પર નકલી પાવર બનાવી તેના પર બાંધકામ કરી નાખતા આ ફરિયાદ નોંધાઈ છે.

  બાંધકામ શરૂ થતા વર્ષ 2008માં ખેડુતો આ મામલે લડત શરૂ કરી હતી. જેની ફરિયાદ છેક 2018માં લેવામાં આવી છે. મનહર ગજેરા સુરતના જાણીત બિલ્ડર છે. 10 વર્ષ બાદ આ મામલે ફરિયાદ નોંધાતા ભારે ચર્ચા જાગી છે.

(11:59 pm IST)