Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

અમદાવાદ નકલી પોલીસનો આતંક : પોલીસની ખોટી ઓળખ આપી મહિલા પાસેથી દાગીના પડવા ચફૂચકર : જનતાને ડરાવી ધમકાવી પૈસા પડાવાતી ગેંગ સક્રિય

અમદાવાદમાં વધુ એક વખતે નકલી પોલીસ બનીને ખાખીનો દંભ બતાવતી જનતાને ડરાવી ધમકાવી પૈસા પડાવાતી ગેંગ સક્રિય બની છે જેમાં અમદાવાદ નકલી પોલીસને લઇ અસલી પોલીસની પ્રતિષ્ઠા હાનિ પહોંચી રહી છે નકલી પોલીસને બની કેટલાક લેભાગુ તત્વો જનતાને હેરાન કરી પૈસા પડાવી રહ્યા છે. અમદાવાદ મહિલા પોતાની ઘરેથી નીકળી પોતાના નોકરવાળી જગ્યા પર જવા રિક્ષામાં બેઠી હતી ત્યારે બાઇક આવેલા શખ્સોએ રીક્ષાને સાઇડમાં રાખી પોતાની ઓળખ પોલીસ તરીકે બતાવી મહિલા પાસે રહેલા દાગીના ચેક કરવા જણાવી મહિલાને લાફો માર્યો હતો અને ધાક ધમકી આપી હતી જયાં ગભરાયેલી મહિલાએ તેની પાસે રહેલા દાગીના નકલી પોલીસને આપ્યા હતા જો કે મહિલા રીક્ષા આગળ પણ બાઇક રહેલા નકલી પોલીસ દાગીના લઇ રફુચક્કર થઇ ગઇ હતી જે મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધવી હતી.

અમરાઇવાડી રહેતી 45 વર્ષીય મહિલા નંદુ પરમાર તેના પરિવાર સાથે રહે છે અને તેઓ પગ લૂછણિયા બનાવાનુ કામ કરે છે જો કે કમનસીબે નદું બહેન પરમારના પતિનો 15 દિવસ આગાઉ આવસાન થયો હતો કાલેબપોરના સુમારે તેના ભાઈની દીકરી માટે કપડાં લેવા માટે રામરાજ્ય ચાર રસ્તા પાસે ગઈ હતી. ત્યારે રબારી કોલોની ચાર રસ્તા પાસે આવેલા ટ્રાફિક સિગ્નલના થાંભલા પાસેથી રિક્ષામાં બેસી પરત તેની કામ કરવાની જગ્યાએ આવ્યા હતા.જયાં અમરાઇવાડી વિસ્તારમાં રિક્ષા બેસી નોકરીવાળી જગ્યા જઇ રહ્યા હતા ત્યા કેટલાક શખ્સો પોલીસની ઓળખ લઇ રિક્ષા રોકી હતી અને તલાશી લેવાના બહાને રિક્ષા ચાલકને ઉભા રાખી તું સાઈડમાં ઉભો રે મારે આ બહેન સાથે વાત કરવી છે. તેમ કહી હું પોલીસ વાળો છું અને તમે કાનમાં પહેરેલા દાગીના મારે ચેક કરવા છે તેમ કહેતા મહિલાએ હું દાગીના કેમ આપું તેમ કહેતા આ શખશે મહિલાને ગાલ ઉપર લાફો મારી દીધા હતા અને ડરાવી ધમકાવી તેની પાસેથી દાગીના લઇ ફરાર થઇ ગયા હતા જેને લઇ મહિલાએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

(5:14 pm IST)