Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ગુજરાત, સૌરાષ્ટ્ર તથા રાજસ્થાનમાં જુલાઈ મહિનામાં સામાન્યથી વધુ વરસાદ પડશે

જાણીતા વેધર મેન કેનીએ જુલાઈ મહિના માટે આગાહી કરતા કહ્યું છે કે ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા રાજસ્થાનમાં જુલાઈ મહિનામાં સામાન્યથી વધુ વરસાદ પડશે.

જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, કોસ્ટલ આંધ્ર, પંજાબ અને હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્ર પંથકમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ પડશે.

આ ઉપરાંત જુલાઈ મહિનામાં  તમિલનાડુમાં સામાન્ય નોર્મલ વરસાદ પડશે તથા ઉત્તર કેરળમાં નોર્મલની નજીક વરસાદ પડવાની સંભાવના હોવાનું જાણીતા વેધર મેન કેન્ની કહે છે.

(1:16 am IST)