Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ડેડિયાપાડા ખાતેની મોડેલ સ્કૂલના શિક્ષકો, ક્લાર્ક, પટાવાળા સહિત પગાર વધારા માટે આંદોલન ના માર્ગે

કર્મચારીઓનો જયાં સુધી પગાર વધારવામાં નહિ આવે ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ ની ચીમકી થી વિધાર્થીઓ ના શિક્ષણ પર અસર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતું આજે પણ રાજ્ય મા અનેક સ્થળે શિક્ષણનું સ્તર કથડેલું છે, સુવિધાઓ નો અભાવ છે, તયારે નર્મદા જીલ્લા માં ફરજ બજાવતા મોડેલ સ્કૂલ ના શિક્ષકો સહિત ના સ્ટાફ દ્વારા સેક્ષણીક કાર્ય બંધ કરી પોતાને ચૂકવવામાં આવતા પગાર માં વધારો કરવાની માંગ કરી છે.


ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા આખા ગુજરાત માં મોડેલ સ્કૂલ, ઈ.એમ.આર.એસ ,કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ ચલાવવામાં આવે છે.જેમાં શિક્ષકો ને ૧૨૫૦૦/- , ક્લાર્ક ને ૧૦,૦૦૦/- અને પટાવાળા ને જે તે એજન્સી દ્વારા માત્ર ૬૦૦૦/- જેવો નજીવો પગાર ચૂકવવા માં આવે છે .આ શાળાના કર્મચારીઓ આશરે છેલ્લા ૫ થી ૧૦ વર્ષ થી નજીવા પગારે કામ કરી રહ્યા છે. 

 

(11:11 pm IST)