Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમદાવાદમાં મોડીરાત્રે જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી મોંઘી પડી : વાયરલ વીડિયોના આધારે બે શખ્શોની ધરપકડ

વાઇરલ વીડિયો બાપુનગર વિસ્તારનો હોવાનું જણાતા પોલીસ કાર્યવાહી : તલવાર કબ્જે

 

અમદાવાદ : હવે લોકો નવી નવી તરકીબોથી લોકો બર્થ ડે ઉજવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં મોડી રાત્રે જાહેર રોડ પર તલવાર વડે કેક કાપતો એક યુવાન નજરે ચઢે છે. વાઇરલ વીડિયો બાપુનગર વિસ્તારનો હોવાનું જાણવા મળતાં બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી હતી.

 સોશિયલ મીડિયમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક હાલ ચાલી રહેલા રાત્રિ કરફયુમાં જાહેર રસ્તા પર પોતાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. વાઇરલ વીડિયો બાપુનગર વિસ્તારનો હોવાનું જાણવા મળતાં બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ પોલીસે ગણતરીના કલાકોમાં તલવાર વડે કેક કાપનાર શખ્સ સુરેશ સિંગ અને તેના સાથી વિવેક વાળાની ધરપકડ કરી તેની પાસેથી તલવાર પણ કબ્જે લીધી હતી. તેમજ બન્ને સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે બવાન અંગે બાપુનગર પોલીસ સ્ટેશનના PI એન.કે. વ્યાસે જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયોની તપાસ કરતા વીડિયોમાં હાજર બે શખ્સની ધરપકડ કરી લેવાઈ છે. બન્ને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(12:34 am IST)