Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સુરતની સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી: ઓક્સિજન બંધ થતાં 2 દર્દીઓનાં મોત : કડક કાર્યવાહીની માંગણી

સાંજે ઓક્સીઝન બંધ થતા બંનેના મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ : તેમાંથી નરસીભાઈનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો: લોકોમાં ભારે રોષ

 

સુરત : રાજયમાં હાલ કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવાઈ રહ્યો છે. મહામારી વચ્ચે સુરતની સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ઓક્સિજન બંધ થવાને કારણે બે દર્દીઓનાં મોત નિપજ્યા છે.

અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરત મહાનગરપાલિકાએ કેટલાક વિસ્તારોમાં પાનના ગલ્લાઓ બંધ રાખવા માટેની સૂચના આપી છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં દર્દીઓના સગાએ હોસ્પિટલની બેદકારી હોવાના આક્ષેપો કર્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ 59 વર્ષીય વ્યક્તિ અને અન્ય એક દર્દી નરસીભાઈ માગરોળિયાનું મોત ઓક્સિજન મળવાને કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

સાંજના સમયે ઓક્સિજન બંધ થતાં બંનેનાં મોત થયો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. તેમાંથી નરસીભાઈનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ઘટનાને લઈ લોકોમાં હાલ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. દર્દીના સગાએ તમામ ઘટનાને લઈ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓના ટપોટપ મોતને લઈ કોંગ્રેસના ધારાસ્ભયએ અંગે તપાસની માંગ પણ કરી હતી.

(12:28 am IST)