Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમદાવાદના માણેકબાગ પાસે અચાનક કાર ભડભડ સળગી : પરિવારનો આબાદ બચાવ

અચાનક ગાડીમાં હિટ લાગતા બોનેટમાં ધુમાડો નીકળ્યો અને પછી આગ લાગી

 

અમદાવાદઃ શહેરના માણેકબાગ ખાતે રાત્રે 9.00 વાગ્યાની આસપાસ એક વેગેનાર કાર અચાનક સળગી ઉઠી હતી. તેમાં કાર ચાલક, તેની પત્ની અને બાળક સવાર હતા. જો કે સદનસીબે તેઓ સમયસર બહાર નીકળી જતાં તેઓનો આબાદ બચાવ થયો હતો.

કાર ચાલક અપલ જૈને અંગે જણાવ્યું કે, તેઓ નારણપુરા થઈ માણેકબાગ આવી રહ્યા હતા. ત્યારે અચાનક ગાડીમાં હિટ લાગતા બોનેટમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો અને પછી આગ લાગી હતી. પરંતુ અમે તાકીદે કારની બહાર આવી ગયા હતા.

  ઘટનાને પગલે આસપાસના લોકો આગ બુઝાવવા માટે આવી ગયા હતા. દરમિયાન કોઇએ ફાયર બ્રિગેડને ફોન કરી દીધો હતો. 15 મિનિટમાં ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને બુજાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. જો કે, કોઇ બાબતે ત્યાં પહેલેથી આગ બુજાવવાની કોશીશ કરી રહેલા કેટલાક લોકો સાથે તેમને બોલાચાલી થઇ હતી.

પ્રત્યેક્ષદર્શીના જણાવ્યા મુજબ, ફાયર બ્રિગેડના જવાનોમાંથી કેટલાકે માસ્ક પહેર્યું હોવાથી લોકોએ તેમને ટોક્યા હતા. લોકોનું કહેવું હતું કે, ફાયર બ્રિગેડમાં જવાનનું કામ કરતો હોવા છતાં તમે માસ્ક પહેર્યા વગર આવી પહોંચ્યા હતા. તેમાં તેઓએ લોકોને જણાવ્યું હતું કે, તમે અમને કાયદો ભણાવો. હવે કાયદો શું અમે તમને ભણાવીશું.”એમ કહી તેમણે પોલીસને બોલાવી લીધી હતી. જો કે પોલીસે આવી મામલો શાંત કર્યો હતો.

(10:50 pm IST)