Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વિરાધનાઓથી મુક્ત થઈ આરાધનામાં જોડાવવું

પદ્મસાગરસૂરિજી મહારાજનો ઉપદેશ

અમદાવાદ, તા. ૩ : મહાવીર જૈન આરાધના કેન્દ્ર, જૈન તીર્થ કોબા ખાતે ચાતુર્માસિક સ્થિરતા ફરમાવી રહેલા જૈનાચાર્ય રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાએ ચાતુર્માસનું માહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે અષાઢ માસ-ચતુર્દશી થી પ્રારંભ થતાં ચાતુર્માસ દરમિયાન જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપનાં માધ્મયે આત્મવિકાસ પર પ્રકાશ પાથરવામાં આવે છે. સ્વયંની સાધના અને આરાધના અન્ય જીવોની શાતા અને સમાધિ સાથે પણ સંકળાયેલી છે. વિરાધનાઓથી મુક્ત થઈને આરાધનામાં જોડાવાનો અવસર એટલે ચાતુર્માસ. પ્રભુ મહાવીરે સાધુ-સાધ્વીજી ભગવંતોને જયણા(જીવદયા)ના હેતુથી ચાતુર્માસમાં (એક મહિનો અધિક હોવાથી) પાંચ મહિના એક જ સ્થાને સ્થિર રહી સાધના જીવન જીવવાની આજ્ઞા ફરમાવી છે. ઇન્દ્રિયોના દમન માટે અને આત્માની શુદ્ધિ માટે તપ આવશ્યક છે. તપની ભઠ્ઠીમાં આત્માનું શુદ્ધિકરણ થાય છે. વર્તમાન કોરોના મહામારીનાં કાળમાં સૌએ તપ અને આરાધના બને તેટલી વધારીને શરીરની શુદ્ધિ અને સાથોસાથ આત્માની શુદ્ધિ થાય તે અત્યંત આવશ્યક છે.

(9:19 pm IST)