Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સિવિલ હૉસ્પિટલમાં આવેલી કોવિડ કેર સુવિધા બંધ કરાઇ

૫૧ દિવસ પછી સુવિધા બંધ કરાઇ : રાજ્યના આરોગ્ય વિભાગે લીધેલો નિર્ણય : ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા દર્દીઓ ચેકઅપ માટે મુલાકાત લઈ શકશે

અમદાવાદ,તા.૩ : સિવિલ હૉસ્પિટલમાં આવેલ કીડની ઈન્સ્ટિટ્યુડ ઓફ કીડની ડીસીઝ સેન્ટરમાં ચાલતી કોવિડ-૧૯ હૉસ્પિટલને રાજ્યના આરોગ્ય વિભાગે લીધેલ નિર્ણય બાદ ૫૧ દિવસે કોવિડ કેર સુવિધાને બંધ કરવામાં આવી છે.સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં આવેલ આઇકેડીસીએ નિવેદનમાં ૫૧ દિવસના સફરને યાદ કરી જણાવ્યુ હતું કે કિડની ઈન્સ્ટિટ્યુડ ઓફ કિડની ડિસીઝ દ્વારા ઘર આંગણે દવા પહોંચતી કરવાથી લઇને મૃત દર્દીઓને શબવાહીની સુધીની સેવા સંસ્થાએ પુરી પાડી છે.

કોવિડ કેર સુવિધાના કાર્યકાળ દરમીયાન સંસ્થાએ ૧૪ વર્ષ થી ૯૦ વર્ષના દર્દીઓ માટે વિશ્વસનીય તબીબી સંભાળ પૂરી પાડે છે.આ સમયગાળા દરમીયાન સીમાચિહ્ન રુપ સેવાઓ પુરી પાડવા માટે આઇકેડીઆરસી ખાતેની ડૉક્ટર્સ,નર્સિસ અને સહાયક કર્મચારીઓની સમગ્ર ટીમે ખુબ જહેમત ઊઠાવી હતી.કોવિડ વોર્ડ માં દર્દીઓને યોગા સેશન,ફીઝીયો થેરાપી,પોષણયુક્ત આહાર અને વ્યક્તિગત સંભાળ પૂરી પાડવામાં આવી હતી.કીડની ઈન્સ્ટિટ્યુડના નિયામક ડૉ.વિનિત મિશ્રાએ જણાવ્યુ હતુ કે અમે અમારા મૂળકાર્ય પર પરત ફર્યા છીએ અને તમામ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા દર્દીઓ અને દવા પર આધારીત દર્દીઓ ચેકઅપ માટે મુલાકાત લઇ શકશે.હવે કિડની સબંધીત કામગીરી અને પ્રક્રિયાઓને પ્રાથમીક્તા અપાશે.જોકે કોરોના ના કેસમાં વધારો થવા પામશે તો આ તમામ વોર્ડસને ૩ થી ૪ કલાકના ટૂંકાગાળામાં કોવિડ સુવિધામાં ઝડપથી પરિવર્તિત કરાશે.

(9:16 pm IST)