Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજ્યમાં 59 તાલુકામાં વરસાદ : સૌથી વધુ કોડિનારમાં છ ઇંચ ખાબક્યો :જાફરાબાદ અને વડીયામાં ત્રણ ઈંચ

તાલાલા, નર્મદાના ડેડિયાપાડા,,ભરૂચના વાલિયા, સુરતના ઉમરપાડા અને અમરેલીના ખાંભામાં પોણા બે ઈંચ વરસાદ

ગાંધીનગર : રાજ્યમાં 12 કલાકમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ગીર સોમનાથના કોડિનારમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલીના જાફરાબાદમાં સવા ત્રણ ઈંચ અને વડિયામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદ પડ્યો છે. તાલાલા શહેર અને ગ્રામ્ય સહિત ગીર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ધાવા, સુરવા, જાંબુર, માધુપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
  ગીર સોમનાથના કોડિનારના 6 ઈંચ, અમરેલીના જાફરાબાદમાં સવા ત્રણ ઈંચ, વડિયામાં પોણા ત્રણ ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં બે ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં બે ઈંચ,ભરૂચના વાલિયામાં બે ઈંચ, સુરતના ઉમરપાડામાં પોણા બે ઈંચ, અમરેલીના ખાંભામાં પોણા બે ઈંચ, ગાંધીનગરના દહેગામમાં સવા ઈંચ, ડાંગના આહ્વામાં એક ઈંચ, દ્વારકાના ખંભાળિયામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

(8:56 pm IST)