Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજ્યમાં કોરોનાનો વધતો કહેર : રેકોર્ડબ્રેક નવા 687 કેસ : વધુ 19 લોકોના મોત

કુલ કેસની સંખ્યા 34,686 એ પહોંચી : મૃત્યુઆંક 1906 થયો : વધુ 340 દર્દીઓ સાજા થતા કુલ 23,941 લોકોએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જાય છે રોજ નવા રેકોર્ડ સર્જે છે આજે અત્યાર સુધીના સૌથી વધુ 687 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 19 લોકોના મોત નિપજ્યા છે, રાજ્યમાં કુલ કેસનો આંકડો 34686 એ પહોંચ્યો છે 

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ નોંધાયા છે. તો કુલ 19 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન 340 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 34 હજાર 686 પર પહોંચી ગયો છે.  મૃત્યુઆંક 1906 થઈ ગયો છે. ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંક્યા 24 ,941 થઇ છે  છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ પાંચ, પંચમહાલમાં 1 અને ખેડામાં 2 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધી કુલ 1906 લોકોના મૃત્યુ થયા છે.
સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 195 નોંધાયા છે. ત્યારબાદ સુરત શહેરમાં 190 ,વડોદરામાં નવા 50 કેસ નોંધાયા છે. જુનાગઢ શહેરમાં પણ 24 નવા કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૩ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૬૮૭ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ કોર્પોરેશન................................... ૧૯૫

સુરત કોર્પોરેશન............................................ ૧૯૦

વડોદરા કોર્પોરેશન.......................................... ૫૦

જુનાગઢ કોર્પોરેશન.......................................... ૨૪

સુરત.............................................................. ૧૪

ખેડા................................................................ ૧૪

સુરેન્દ્રનગર...................................................... ૧૪

રૂચ.............................................................. ૧૩

પંચમહાલ....................................................... ૧૩

જામનગર કોર્પોરેશન....................................... ૧૨

વડોદરા.......................................................... ૧૨

ભાવનગર કોર્પોરેશન....................................... ૧૧

પાટણ............................................................. ૧૧

ભાવનગર....................................................... ૧૦

ગાંધીનગર કોર્પોરેશન......................................... ૯

અમદાવાદ......................................................... ૯

આણંદ............................................................... ૯

બનાસકાંઠા......................................................... ૮

ગાંધીનગર......................................................... ૭

મહીસાગર.......................................................... ૭

રાજકોટ કોર્પોરેશન............................................. ૬

વલસાડ............................................................. ૬

નવસારી............................................................ ૬

મહેસાણા............................................................ ૫

સાબરકાંઠા......................................................... ૫

કચ્છ.................................................................. ૫

રાજકોટ............................................................. ૪

નર્મદા................................................................ ૩

તાપી................................................................. ૩

બોટાદ............................................................... ૨

જુનાગઢ............................................................. ૨

મોરબી............................................................... ૨

અરવલ્લી.......................................................... ૧

ગીર-સોમનાથ.................................................... ૧

દાહોદ............................................................... ૧

જામનગર.......................................................... ૧

દેવભૂમિ દ્વારકા................................................... ૧

પોરબંદર........................................................... ૧

કુલ.............................................................. ૬૮૭

(9:13 pm IST)