Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સુરતમાં કોરોનાનો વધતો કહેર : છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 248 કેસ પોઝીટીવ : વધુ છ લોકોના મોત

સિટીમાં 190 કેસ અને જિલ્લામાં વધુ 58 કેસ નોંધાયા : સુરત શહેર જિલ્લામાં કુલ 5967 કેસ

સુરત : છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોના નો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. પાંચ દિવસથી દરરોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા  200 થી વધુ  થઈ છે ત્યારે આજે સુરતમાં કોવિડ 19 ના દર્દીઓની સંખ્યા 248 થઈ છે જેમાં સુરત શહેરના 190 અને અન્ય જિલ્લાના 58 કેસ મળી આવ્યા છે.

    સુરતમાં આજે છ દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લામાં કુલ 5967 દર્દીઓ નોંધાયા છે જેમાં 3635 દર્દીઓ  સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(8:01 pm IST)