Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત જાહેરનામા ભંગ બદલ કડક કાર્યવાહી : કુલ ૧૮૦૬ કેસોમાં ૩.૭૭ લાખથી વધુનો દંડ વસુલાયો

વલસાડ : કલેક્‍ટર આર.આર.રાવલે કોરોના વાઇરસના ફેલાવાને જિલ્લામાં વધુ ફેલાતો અટકાવવા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની માગદર્શિકા અનુસાર વિવિધ અમલીકરણ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના અનુસાર જિલ્લામાં વિવિધ સ્‍થળોએ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત જાહેરનામા ભંગ બદલ વિવિધ વિસ્‍તારોમાં હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન માસ્‍ક ન પહેરવા, જાહેરમાં થૂંકવા, સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ ન જાળવવા, સેનેટાઇઝર ન રાખવા વગેરે બાબતો માટે કુલ રૂા.૩,૭૭,પ૦૦/-ની રકમનો દંડ વસુલ કરાયો છે. જેમાં નગરપાલિકાઓ દ્વારા ૪૨ કેસોમાં રૂા.૮૪૦૦/- જ્‍યારે જિલ્લા પંચાયત દ્વારા રૂા.૧૪૨૦૦/-ના દંડ ની વસુલાત કરાઇ છે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જાહેરનામા ભંગ બદલ ૧૭૪૭ વ્‍યક્‍તિઓ પાસેથી રૂા. ૩,૪૯,૪૦૦/-નો દંડ વસુલ કરાયો છે. આર.ટીઓ. વિભાગ દ્વારા ૧૭ કેસોમાં રૂા.પપ૦૦ની દંડ વસુલ કરવા ઉપરાંત એક વ્‍હીકલ ડીટેઇન કરાયું છે.

વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલે જિલ્લાના પ્રજાજનોને કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા તેમજ દંડથી બચવા માટે કેન્‍દ્ર-રાજ્‍ય સરકારની માર્ગદર્શિકા મુજબના નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે.

(7:41 pm IST)