Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

નર્મદા જિલ્લા ના ખોબા જેવડા પાટણા ગામમાંથી નર્મદા એલસીબી પોલીસે ૧.૨૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) -રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નાબુદ કરવાની સુચના મળતા એલસીબી પીઆઇ એ.એમ.પટેલ તથા પીએસઆઇ સી.એમ.ગામીતે ટિમ સાથે બાતમીના આધારે નાંદોદ તાલુકાના પાટણા ગામના સંજયભાઇ કૃષ્ણલાલ રાવના શેરડીના વાવેતર કરેલ ખેતરમાં રેડ કરતા ત્યાંથી ઇગ્લીશ દારુમાં અલગ અલગ કંપનીના હોલ નંગ-૭પ કિ.રૂ.૩૨, ૪૪૦ તથા બિયર ટીન નંગ -૨૪૦ કિ.રૂ. ૨૪,૦૦૦ તથા રોયલ સ્પેશીયલ પ્રીમીયમ વ્હિસ્કી ના કાચના ક્વાટરીયા નંગ- ૭૨૦ કિ.રૂ. ૭૨,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૨૮,૪૪૦ નો મુદ્દામાલ પકડી પાડી દારૂનો જથ્થો લાવનાર બુટલેગર રાકેશભાઇ મનુભાઇ માછી રહે.ઓરી તેમજ રખેવાળી કરનાર નારભાઇ રતનાભાઇ વસાવા (રહે.પાટણા તા.નાંદોદ )તેમજ અજાણ્યા ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ એલસીબી એ કાયદેસર કાર્યવાહી કરી આમલેથા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

(6:35 pm IST)