Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ઈડરના લાલપુર નજીકથી ઘુવડની તસ્કરી કરતી ગેંગના પર્દાફાશ:વનતંત્રએ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી

ઈડર: શહેરના લાલપુર પાસેથી ઘુવડની તસ્કરી કરતી ગેંગના દસ સભ્યોને મંગળવારે સાંજે ઝડપી પાડયા બાદ ગુરૂવારે મહિસાગરથી વધુ એક આરોપીને પકડવામાં વનતંત્રને સફળતા મળી છે. આરોપીની પૂછતાછમાં ટોળકી ઘુવડ ઉપરાંત આંધળી ચાકરણ, શેળો તથા કાચબા સહિત અન્ય વન્ય જીવોની તસ્કરી કરતાં હોવાનું સામે આવ્યું છે. સાથે ચાર અન્ય આરોપીના નામ ખુલવા પામ્યા છે. તપાસ દરમિયાન તસ્કરીના નેટવર્કમાં રાજસ્થાન કનેકશનની પણ જાણ થઈ છે.વડોદરાની વન્ય જીવ સંરક્ષક ટીમે મંગળવારે સાંજે ઈડરના લાલપુરની સીમમાં છટકા આધારે છાપો મારી તાંત્રિક વિધી માટે ઉપયોગી મનાતા ઘુવડની તસ્કરી કરતી ગેંગના ૧૦ સભ્યોને ઝડપી પાડીવન્યજીવનની તસ્કરીના રાજ્ય વ્યાપી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. દરમિયાન મંગળવારે વનતંત્રની પકડથી દૂર રહેલા એક આરોપીને ગુરૂવારે મહિસાગરથી પકડી લેવાયો હતો. આરોપીની પૂછતાછમાં તસ્કરીના નેટવર્કના રાજસ્થાન કનેકશન સહિત ઘણી ચોંકાવનારી હકિકત સામે આવી છે.

(5:19 pm IST)