Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વડોદરામાં ધો-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા:ધો.૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ આજે બપોરે ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જે અંગે સિટિ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરની ધો.૧૦ની વિદ્યાર્થિની આજે બપોરે ઘરે એકલી હતી તેની મમ્મી નાનાભાઇને લઇ શાકભાજી ખરીદવા માટે બજારમાં ગઇ હતી જ્યારે તેના પિતા દાદીને લઇને હોસ્પિટલ ગયા હતાં. દરમિયાન વિદ્યાર્થિનીએ પોતાની રૃમમાં દુપડ્ડા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.

તેની મમ્મી શાકભાજી લઇને ઘરે આવી ત્યારે પુત્રીને લટકતા જોઇને બૂમાબૂમ કરી હતી. આજુબાજુના લોકોએ દોડી આવીને વિદ્યાર્થિનીને નીચે ઉતારી હતી.

(5:15 pm IST)