Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ઓનલાઇન અભ્યાસ કયાંક નાનકડી આંખોને 'ઓફ' ન કરી દે

વિવિધ અભ્યાસોનું તારણઃ આંખ ત્રાંસી થવા ઉપરાંત માયોપીયાનું પણ જોખમ ઝળુંબે છે

અમદાવાદ,તા.૩: મોબાઇલ અને લેપટોપ પર ઓનલાઇન અભ્યાસની શરૂઆત થતાં જ બાળકોની આંખો પર જોખમ વધી ગયું છે. કયાંક એવું ન થાય કે આ નાનકડી આંખો ઓનલાઇન અભ્યાસની રામાયણમાં ઓફ થઇ જાય. સિંગાપોરમાં થયેલ એક અભ્યાસમાં તો આનો ખુલાસો થયો જ છે. સાથે જ દેશના વિખ્યાત આઇ સર્જન પણ તેની પુષ્ટિ કરે છે.હજુ તો ઓનલાઇન અભ્યાસની શરૂઆત જ થઇ છે. પણ ડોકટરો પાસે એવા બાળકોને લઇને વાલીઓ આવવાના શરૂ થઇ ગયા છે. જેમને આંખમાં તકલીફો થઇ રહી છે. નેત્ર રોગ ચિકીત્સકો અનુસાર, પ્રાથમિક તકલીફોમાં બાળકોની આંખમાં દુખાવો, ઝાંખું દેખાવું, ચશ્માની જરૂરીયાત, આંખો ત્રાંસી થવી, આંસુ વહેતા રહેવા અથવા આંખો સુકી થવી વગેરે સામેલ છે. પણ અભ્યાસની આ પધ્ધતિ વધારે દિવસ ચાલી તો આંખોની રોશની જતા રહેવા જેવુ જોખમ પણ આવી શકે છે.

સરકારી હોસ્પિટલના રેટીના વિભાગના વડા ડોકટર સોમેશ અગ્રવાલ કહે છેકે, હજુ તો ઓનલાઇન અભ્યાસની શરૂઆત જ થઇ છે.

ત્યાં ગત દિવસોમાં ઘણાં વાલીઓએ બાળકોની આંખો સંબંધી તકલીફોની જાણ કરી છે. ઘણી વાર એવું થાય છે કે, અભ્યાસ દરમ્યાન નેટવર્કના અભાવે બાળકોને કલાકો સુધી બિનજરૂરી રીતે કોમ્પ્યુટર કે મોબાઇલ સામે બેસી રહેવું પડે છે. જે આંખો માટે ખતરનાક છે. તેનાથી બાળકોમાં ચીડીયાપણાની સમસ્યા ઉભી થાય છે.(૨૨.૩૦)

ઓનલાઇન અભ્યાસથી નુકસાન

. સતત સ્ક્રીન જોતા રહેવાથી આંખો ત્રાંસી થવાની પુરી શકયતા છે.

. દૂરની દ્રષ્ટિ નબળી થવી, વારંવાર પાણી આવવું, માથાનો દુખાવો વગેરે તકલીફ

.શાળાએ ન જવાથી અને મિત્રોને ન મળી શકવાથી બાળકોમાં માનસીક તાણ પણ વધી રહી છે

. આંખોમાં વારંવાર પાણી આવે તેને લુછવામાં સંક્રમણનું જોખમ વધે છે

. ઓનલાઇન અભ્યાસથી સામાજીક સમસ્યા પણ વધી રહી છે. દરેક બાળક માટે અલગ મોબાઇલની વ્યવસ્થા કરવી અધરી

ડોકટરોની સલાહ

. પાંચ વર્ષ સુધીના બાળકને મોબાઇલ અથવા લેપટોપનો ઉપયોગ ન કરાવવો.

. પાંચથી દસ વર્ષના બાળકને ૨૪ કલાકમાં વધુમાં વધુ ૨ કલાક અભ્યાસ કરાવી શકાય.

.૧૦ થી ૧૫ વર્ષના બાળકને માટે ત્રણ કલાકથી વધુ ઓનલાઇન અભ્યાસ ન હોવો જોઇએ આ સમયગાળામાં પણ દર ૪૦ મીનીટે ૨૦ મીનીટનો આરામ લેવો જોઇએ.

.૧૫ વર્ષથી વધુ ઉંમરના માટે આ સમય પાંચ કલાકથી વધારે ન હોવો જોઇએ. અને દર ૪૦ મીનીટે ૨૦ મીનીટનો આરામ તેમને માટે પણ જરૂરી છે.

.સમયાંતરે આંખોની તપાસ કરાવવી જરૂરી છે.

(3:13 pm IST)
  • રાત્રે 9-45 વાગ્યાથી રાજકોટમાં વરસાદ શરૂ : છેલ્લી 15 મિનિટથી ધીમીધારે સતત વરસતો વરસાદથી રસ્તાઓ ભીના : દિવસભરના અસહ્ય બફારા અને ઉકળાટ બાદ મોડીરાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી: access_time 10:04 pm IST

  • પોલીસ કેસની તપાસને લઈને ગુજરાત ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણંય : હવે પાંચ વર્ષ કે તેથી ઓછી સજાવાળા કેસની તપાસ પોલીસ અધિકારી હવે પોલીસ કોન્સ્ટેબલને આપી શકશે : કામનું ભારણ ઓછું કરવા અને યોગ્ય તપાસ થઇ શકે એટલા માટે ડીજીપીએ સરકારી ભલામણ કરી હતી અને હવે સરકારે આ નિર્ણંય લીધો છે access_time 10:27 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : કુલ કેસની સંખ્યા 6 .50 લાખ નજીક પહોંચી : છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 22,721 નવા કેસ નોંધાયા : મહારાષ્ટ્રં , તામિલનાડુ ,કર્ણાટક અને તેલંગાણામાં કોરોનાના રેકોર્ડબ્રેક નવા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 6, 49,889 કેસ થયા : 2,36,835 એક્ટિવ કેસ :કુલ 3,94,319 દર્દીઓ રિકવર થયા :વધુ 444 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 18,669 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 6364 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,92,990 થઇ: તામિલનાડુમાં નવા 4329 કેસ સાથે કુલ કેસનો આંક 1,02,721 થયો :દિલ્હીમાં વધુ 2520 કેસ : કર્ણાટકમાં 1694 નવા કેસ : તેલંગાણામાં નવા 1892 કેસ નોંધાયા access_time 1:13 am IST