Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ધારાસભાની ૧૮ સમિતિઓની રચનાઃ જાહેર હિસાબમાં પૂંજાભાઈ વંશ, પંચાયતી રાજમાં ગોવિંદભાઈ પટેલ પ્રમુખ

અંદાજ સમિતિમાં બોખીરિયા, જાહેર સાહસ સમિતિમાં ડો. નીમાબેન સુકાની

ગાંધીનગર, તા. ૩ :. વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિવિધ સમિતિઓની રચના કરી છે. સંસદીય લોકશાહી પદ્ધતિમાં વિધાનસભાનું મહત્વનુ યોગદાન છે. વિધાનસભાની સમિતિઓના માધ્યમથી સરકારના નીતિવિષયક નિર્ણયોના કાર્યોની સમીક્ષા કરવામાં આવે છે. મુખ્ય ચાર નાણાકીય સમિતિઓ છે. જેમાં જાહેર હિસાબ, જાહેર સાહસ, અંદાજ અને પંચાયતી રાજ સમિતીનો સમાવેશ થાય છે. બાકીની ૧૪ સમિતિઓ બીનનાણાકીય સમિતિઓ છે. સમિતિઓ સરકાર દ્વારા પુરા પાડવામાં આવેલ સાહિત્યનો અભ્યાસ કરે છે. ટોચના અમલદારોની બેઠકમાં તપાસ કરે છે. જાહેર હિસાબ સમિતિ ખૂબ અગત્યની હોવાથી આ સમિતિનું કામ તટસ્થતાથી થાય તે માટે તેના અધ્યક્ષ તરીકે વિપક્ષી સભ્યને મુકવામાં આવે છે. આ વખતે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશની વરણી કરવામાં આવી છે. જાહેર સાહસોની સમિતિમાં ડો. નીમાબેન આચાર્ય, અંદાજ સમિતિમાં બાબુભાઈ બોખીરિયા અને પંચાયતી રાજ સમિતિમાં રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ રહેશે. ન્યાય સમિતિમાં હોદાની રૂએ ગૃહના અધ્યક્ષ સુકાની રહે છે. અન્ય સમિતિઓ અને તેના અધ્યક્ષની નામાવલી નીચે મુજબ છે.

- બીનસરકારી સભ્યોના કામકાજ

વિરેન્દ્રસિંહ જાડેજા

- સરકારી ખાતરી સમિતિ

વલ્લભભાઈ કાકડિયા

- અનુસૂચિત જનજાતિ કલ્યાણ

નરેશ પટેલ

- ગૃહમા સભ્યોની ગેરહાજરી બાબત

અર્જુનસિંહ ચૌહાણ

- સદસ્ય નિવાસ

પૂર્ણેશ મોદી

- સભાગૃહના મેજ પરના કાગળો

ડો. આશાબેન પટેલ

- અરજી અંગે

પ્રવીણ ઘોઘારી

- વિશેષાધિકાર

રાકેશ શાહ

- સભ્યોના ભથ્થા અંગેના નિયમો

જીતેન્દ્ર સુખડીયા

- ગ્રંથાલય

વિધાનસભાના અધ્યક્ષ

- અનુસૂચિત જાતિ કલ્યાણ

પ્રદીપ પરમાર

- સામાજિક-શૈક્ષણિક પછાત કલ્યાણ

આર.સી. મકવાણા    

(3:02 pm IST)