Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ડીસાના સોયલા નજીકથી ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો : 10.29 લાખથી વધુના મુદામાલ સાથે બે આરોપીઓ પકડાયા

ભીલડી : ડીસાના ભીલડી પીએસઆઇ એ.બી.શાહ તથા ટીમે તાલુકાના સોયલા રેલ્વે ફાટક નજીકથી એક સફેદ કલરની ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 957 તેમજ બીયર નંગ 191 જેની કિંમત 2,29,550 તથા ગાડીની કિંમત 8,00000 કુલ મૂદામાલ 10,29,550 નો મૂદામાલ સાથે પકડી પાડી જેમા આરોપી રમેશકુમાર ઉર્ફે બિલ્લો હરિરામ વિશ્ર્નોઈ તેમજ સદરામ પુનમારામ વિશ્ર્નોઈ બંન્ને રહેવાસી કોટડા જીલ્લો રાણીવાડા રાજસ્થાનવાળાને ઝડપી લીધા હતા. આ અંગેની વધુ તપાસ ભીલડી પીએસઆઇ ચલાવી રહ્યા છે

(11:51 am IST)