Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અરવલ્લીના વેણપુર નજીક ટ્રકમાંથી 4.94 લાખના દારૂ સાથે બે ઝડપાયા

રાજસ્થાન તરફથી આવતી ટ્રક જિલ્લા એલસીબીએ ઝડપી લીધો

મોડાસા: અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વેણપુર ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી ૪.૯૪ લાખના વિદેશી દારૂ સાથે બે શખ્શોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

 અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે શામળાજી પોલીસને ઉંઘતી રાખી વેણપુર ગામ નજીકથી લાખ્ખો રૂપિયાના દારૂ સાથે બે શખ્શોને દબોચી લીધા હતા. જીલ્લા એલસીબી પોલીસે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલ વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ ટ્રક (ગાડી.નં-HR 38 Q 9980)ને અટકાવી ટ્રકમાં તલાસી લેતા ભૂંસાની આડમાં સંતાડીને રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૩૬ ૪.૯૪ લાખનો જથ્થો જપ્ત કરી ટ્રક ડ્રાઈવર અસલીમ કાસમ મેવું તથા શોકીન જહરુદ્દીન મેવુ (બંને રહે.હરિયાણા)ની ધરપકડ કરી વીદેશી દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ.૧૪,૯૬,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર ફરિદાબાદના ખાલિદ નામના બુટલેગર વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ શામળાજી પોલીસને સુપ્રત કરી હતી.

(11:49 am IST)