Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સની બેઠક યોજાઈ : 30 દિવસની સ્ટ્રેટેજી અંગે વિચાર -વિમર્શ કરાયો

અમદાવાદમા કોરોનાના ઘટતા કેસોની નોંધ લેવાઈ : સુરતથી આરોગ્ય અગ્ર સચિવ ડો, જયંતિ રવિએ વિડિઓ કોન્ફ્રન્સથી બેઠકમાં ભાગ લીધો :

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઇ રહી છે.

  એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સ  સાથે આ બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા વિરષ્ઠ સચિવોએ અનલોક-ર દરમ્યાનની આગામી ૩૦ દિવસની સ્ટ્રેટેજી અંગે વિચાર-વિમર્શ હાથ ધર્યો છેકોરોના સંક્રમણ ની પ્રવર્તમાન સ્થિતિ ની પણ ચર્ચા આ બેઠકમાં હાથ ધરાઈ રહી છે
  તજ્જ્ઞ તબીબોએ લોકોમાં વધુ જનજાગૃતિ અંગેના સુઝાવો આપવા સાથોસાથ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસો અંગે પણ નોંધ લઇ તેને સુસંગત કોવિડ-19ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પણ કેટલાક સૂચનો કર્યા હતા .
 મુખ્ય સચિવ અનિલ મુકિમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને અન્ય વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા આરોગ્ય અગ્ર સચિવ ડો  જયંતી રવિ સુરત થી વીડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં ભાગ લીધો હતો

(7:03 pm IST)