Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

દારૂબંધીના પોલીસકર્મીએ જ લીરેલીરા ઉડાવ્યા :દેશી દારુના નશામાં ધૂત નરોડા પોલીસ સ્ટેશનનાં ASIનું જાહેરમાં ડીંગલ

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ: નિકોલ પોલીસે એએસઆઈ જીતેન્દ્ર પાટીલની ધરપકડ કરી

 

અમદાવાદ : રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેવી અનેક ઘટનાથી ફલિત થાય છે તેવામાં ખુદ પોલીસ કર્મચારીએ દારુબંધીના લીરેલીરા ઉડાવતો નજરે ચઢ્યો છે. નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક સ્કુલની બહાર દરવાજા પર બેસીને નરોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ મજા માણી રહ્યા હતા

રાજયમાં દારૂબંધીના જાહેરમાં ધજાગરા ઉડાવનાર ખુદ પોલીસ કર્મી જાહેરમાં દારુ પીતો ઝડપાયો છે. નિકોલમાં પોલીસ સ્કુલની બહાર દારૂ પીતા ASIનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એએસઆઇએ પોતાનું નામ વીડિયોમાં જીતેન્દ્ર પાટીલ હોવાનું સામે આવી રહ્યું છે. નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. સાથે નિકોલ પોલીસે એએસઆઇની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ખુલ્લામાં દારૂ પી રહેલા નરોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ બિંદાસ્ત કોઈના ડર વિના જાહેરમા દેશી દારુની મજા માણી રહ્યા હતા. જેથી સ્થાનિકોએ તેઓની પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, હું એએસઆઈ છું, અને હાલ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છું .

 

(12:35 am IST)