Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ડીસાના કંસારી નજીક ગાયની અડફેટે વૃદ્ધનું મોત: રખડતા ઢોર મુદ્દે નાયબ કલેક્ટરને આવેદન અપાયું

અંતિમ સંસ્કાર કર્યા બાદ સ્મશાન ખાતેથી સીધા નાયબ કલેકટરની ઓફિસે પહોંચ્યા

 

બનાસકાંઠા જિલ્લામાં ડીસાના બળદેવભાઈ ઠક્કર જે પોતાની એકટીવા લઇ કોઈ અંગત કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક રોડ પર ગાય આવી જતા બળદેવભાઈ ઠક્કરને ગાયે અડફેટમાં લેતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

   સમાચાર વાયુવેગે પ્રસરતા ઠક્કર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જે બાબતે આજે તમામ લોહાણા સમાજના આગેવાનો દ્વારા સૌપ્રથમ બળદેવભાઈ ઠક્કરના અંતિમ સંસ્કાર કર્યા બાદ સ્મશાન ખાતેથી સીધા નાયબ કલેકટરની ઓફિસે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું.

(10:51 pm IST)