Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ગુજરાત રાજયના ૨૦૧૯-૨૦ની સાલના બજેટને આવકારતા સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી

સુરતઃ ગુજરાતની નિર્ણાયક સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રજૂ કરેલા પ્રજાલક્ષી-ગરીબલક્ષી, સમાજના સર્વાગી વિકાસલક્ષી બજેટને આવકારતા ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું આ બજેટ ગુજરાતના વિકાસની સર્વોચ્ચ ગતિ પૂરી પાડશે અને ખાસ કરીને મહતમ બજેટ દક્ષિણ ગુજરાતને ફાળવવા બદલ ભાજપના શિર્ષસ્થ નેતૃત્વનો આભાર પણ વ્યકત કર્યો છે. બજેટમાં દક્ષિણ ગુજરાત માટેની ફાળવણીના કેટલાંક મહત્વના મુદ્દા નીચે મુજબ છે.

 નેશનલ રીવર કન્ઝર્વેશન પ્રોગ્રામા હેઠળ દક્ષિણ ગુજરાતની ખુબ જ અગત્યની અને પવિત્ર તાપી નદીના શુદ્ધિકરણનો પ્રોજેકટ ભારત સરકાર, ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાના સહયોગથી રૂ.૯૨૨ કરોડના ખર્ચે હાથ ધરાશે. જેનો લાભ સુરત શહેર સહિત સમગ્ર તાપી નદીના વિસ્તારને મળશે.

 અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-૨ તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેકટને ભારત સરકારની મંજૂરી મળી છે. જેની તાંત્રિક કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ.

 ટેક્ષ્ટાઇલ ક્ષેત્રના સર્વાગી વિકાસ હેતુ વિવિધ પ્રોત્સાહન યોજના માટે રૂ.૧૫૦૦ કરોડની જંગી રકમની જોગવાઇ

 પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત સુરત અને ભાવનગર ખાતે સુપર સ્પેશ્યિાલીટી હોસ્પિટલનાં બાંધકામ અને ઉપકરણો માટે રૂ.૧૬૦ કરોડની જોગવાઇ

 અમૃત યોજના અંતર્ગત સુરત સહિત ૮ મહાનગરપાલિકા અને ૨૩ નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન વિગેરે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ.

 રાજ્યના ૬ શહેરો માટે સ્માર્ટ સીટી મિશન અંતર્ગત એરિયા બેઝ વિકાસના કામો જેવા કે એરિયા રીડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, સીસીટીવી, ઇન્ટરનેટ કનેકટીવીટી વિગેરે માટે રૂ.૫૯૭ કરોડની જોગવાઇ.

 સુરત-કડોદરા રોડ પર કડોદરા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગના જંકશન પર અંડર બ્રીજ બનાવવા માટે રૂ.૧૧૦ કરોડની જોગવાઇ.

 સોમનાથ, અંબાજી, સુરત, જામનગર, નવસારી, મોડાસા ખાતે અતિથિગૃહો તેમજ કોડીનાર, સંખેડા, વડોદરા બાયપાસ પર સયાજીપુરા, નખત્રાણા, માંડલ, બગોદરા, સંતરામપુર વિશ્રામગૃહો સહિતના કુલ ૨૪ કામો માટે રૂ.૨૨૪ કરોડના ખર્ચ પ્રગતિ હેઠળ છે.

 ઝીંગા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે.૯ કરોડની જોગવાઇ.

 ૬ માર્ગીય બ્રીજ બનવાથી હજીરા-સુરત-ઓલપાડ-દહેજ વિસ્તારમાં પરિવહનના નવા આયામો ઊભા થશે. આ યોજના માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ.

 નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રૂ.૩૭૨ કરોડના ખર્ચે અંબિકા નદી પર વાઘરેય રિચાર્જ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. જેનાથી ૧૧ ગામોના ૮૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ તેમજ  બીલીમોરા નગરપાલિકાને પીવાનું પાણી ઉપલબ્ધ થશે.

 સુરત જિલ્લાના કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વહન સિંચાઇ યોજનાથી માંડવી તથા માંગરોળ તાલુકાના ૪૭ ગામોના ૨૩ હજાર ખેડૂતોને ૧૫૨૮૦ હેકટરમાં સિંચાઇનો લાભ મળશે. જેના માટે રૂ.૨૪૫ કરોડની જોગવાઇ.

 નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ વિકસાવવા તથા પરિક્રમા પથ પર આવતા મંદિરોના વિકાસ માટે કુલ રૂ.૩૦ કરોડ થવાનો અંદાજ છે. જે પૈકી આ વર્ષે રૂ.૫ કરોડની જોગવાઇ.

 સ્ટેચ્યુ ઓફ યનિટી ખાતે વન અને પર્યાવરણ અંગે વિવિધ સુવિધાઓના વિકાસ માટે રૂ.૬૯ કરોડની જોગવાઇ.

 રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રૂ.૩૪૧ કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલ છે. જેના માટે આ વર્ષે રૂ.૧૨૫ કરોડની જોગવાઇ.

 ઉમરપાડા,વાંકલ,બારડોલી,ઝાલોદ અને ભરૂચ ખાતેના કન્યા છાત્રાલય તેમજ સોનગઢ, વાપી, તરસાડી નિવાસી શાળાના વિસ્તૃતીકરણ તથા તલાલા, બારડોલી ખાતે બે નવી આદર્શ નિવાસી શાળા બાંધવા માટે રૂ.૬૪ કરોડની જોગવાઇ.

 રાજકોટ અને બારડોલી ખાતે આરટીઓની નવી કચેરીઓના બાંધકામ માટે રૂ.૫ કરોડની જોગવાઇ.

(9:38 pm IST)