Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

દમણ ભાજપનાંકાઉન્સિલરની ખંડણી વ્યાજખોરી અને અપહરણ સહિતનાં ગુનામાં ધરપકડ

કાઉન્સિલર સલીમ મેમણ અને તેની બે પત્ની સહીત 13 લોકોની વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે ધરપકડ કરી

દમણના ભાજપના કાઉન્સિલર સલીમ મેમણ અને તેની બે પત્નીઓ સહીત 13 શખ્સોની વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે ધરપકડ કરી છે. ખંડણી, વ્યાજખોરી સહીત અપહરણના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

  એક ફરિયાદીએ વાપી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી કે 2 કરોડથી વધારેની રકમ ઉધાર વ્યાજે આપવામાં આવી હતી. જેમાં 10 ટકા મહિનાનું વ્યાજ પેટે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ સલીમ મેમણ દ્વારા દરરોજ 10 ટકાનું વ્યાજ માનસિક અને શારીરિક ત્રાસ આપી વસુલવામાં આવતુ હતુ

    ફરિયાદી દરરોજ વ્યાજ ન ચુકવી શકતા અપહરણ કરી પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી હતી. જેની કિંમત અંદાજિત 33 કરોડ અને 55 લાખ આંકવામાં આવી છે. સલીમ જયારે પણ રૂપિયા લેવા જતો હતો ત્યારે રૂપિયા ન હોવાથી ફરિયાદીની પ્રોપર્ટી લેવામાં આવતી હતી. પ્રોપર્ટી 2 પત્નીઓ અને અન્ય 13 લોકોના નામે કરાવતો હોવાથી તેની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.

(9:29 pm IST)