Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સે દરોડા 10 જુગારીઓની રંગે હાથે ધરપકડ કરી

અમદાવાદ: શહેરના કેટલાક વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે સ્થાનિક પોલીસને આ બાબતની ખબર જ છે પરંતુ નિયમિત રીતે વહીવટ મળી જતો હોવાથી પોલીસ અધિકારીઓ જ આવા અડ્ડાઓને ચાલવા દે છે. પોલીસની મંજૂરી વગર કે તેમના ધ્યાનમાં ન હોય તેવા એક પણ અડ્ડા ચાલતા હોતા નથી. 

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પણ બેફામ દારૂ-જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે આ સંદર્ભમાં સ્થાનિક લોકોએ સરકારમાં પણ ફરિયાદ કરી હતી જેને પગલે સ્ટેટ વિજિલન્સના અધિકારીઓએ મણિનગરમાં દરોડા પાડ્યા હતા. પ્રથમ દિવસે 10 વ્યક્તિઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. 

(4:58 pm IST)