Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

રકતપિતના ચેપવાળા ભિક્ષુકોને અન્ય ભિક્ષુકો સાથે ગૃહમાં જ સારવાર અપાશે

રકતપિત સારવાર સુધારા વિધેયક પસાર

ગાંધીનગર, તા., ૩: ગુજરાત ભિક્ષા પ્રતિબંધક (સુધારા વિધેયક) રજૂ કરતાં મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે અગાઉ રકતપિત્ત્।થી પીડીત ભિક્ષુકોને અલગ રકતપિત્ત્।ની હોસ્પિટલોમાં સારવાર અપાતી હતી. પરંતુ હવેથી આ સુધારા વિધેયકથી રકતપિત્ત્।ના ચેપવાળા ભિક્ષુકોને ભિક્ષુક ગૃહમાં જ અન્ય ભિક્ષુકો સાથે તમામ સારવાર પુરી પાડવામાં આવશે.

આ સુધારા વિધેયક સંદર્ભે વધુ માહિતી આપતા મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે, ભિક્ષુકગૃહમાં પ્રવેશ પામેલ અંતેવાસી જો રકતપિત્ત્। રોગથી અસરગ્રસ્ત હોય તો ભિક્ષુક ગૃહ સંસ્થાના અન્ય અંતેવાસીઓને રકતપિત્ત્। રોગનો ચેપ ન લાગે તેથી રકતપિત્ત્। રોગથી અસરગ્રસ્ત અંતેવાસીને રકતપિત્ત્।ીયા આશ્રમમાં મોકલી આપી ત્યાં તેની સારવાર કરવાની જોગવાઇ છે. પરંતુ હવે રકતપિત્ત્। રોગથી અસરગ્રસ્ત વ્યકિતઓ માટે MDT(મલ્ટી ડ્રગ થેરાપી) દવા શોધાઇ હોવાથી તેને MDT નો પ્રથમ ડોઝ આપવાથી રકતપિત્ત્।નો દર્દી સંપૂર્ણપણે બિનચેપી થઇ જાય છે. આથી તે સંસ્થાના અન્ય અંતેવાસીઓ માટે જોખમી રહેતો નથી અને તેની સંસ્થામાં જ રાખી રકતપિત્ત્।ની સારવાર થઇ શકે છે. આથી, રકતપિત્ત્। રોગનો વર્તમાન સમયમાં બિનચેપી તથા સંપૂર્ણ ઉપચાર થઇ શકતો હોઇ, કેન્દ્ર તથા રાજયના કાયદાઓમાંથી વિવાદિત કલમો નાબૂદ કરવા કાર્યવાહી કરવાનું જણાવ્યુ હતુ.

મંત્રીશ્રી પરમારે કહ્યું હતું કે, ભિક્ષુકગૃહ અને સ્વીકાર કેન્દ્રોમાં અંતેવાસીઓને સાત્વિક જમવાનું તેઓના સ્વાસ્થ્યયને ધ્યાને રાખીને આપવામાં આવે છે. સાથોસાથ ભિક્ષુકોને સ્વાલંબન કરવા સુથારીકામ, વણાટકામ, ઇલેકટ્રીક હાથ વણાટની તાલિમ આપવામાં આવે છે અને અંતેવાસીને કુશળતા પ્રાપ્ત થયા બાદ ઉત્પાદન કાર્યમાં પણ જોડવામાં આવે છે. ભિક્ષુકોની સંભાળની સાથે વૈદકિયા સારવાર માટે જરૂરી ઙ્ગડોકટર, નર્સ અને દવાની પણ ઉચિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ભિક્ષુકોને માત્ર પકડીને જેલ જેવી સજા આપવાને બદલે તેમના જીવનમાં સુધારણા આવે, ભિક્ષુક પ્રવૃત્ત્િ।માંથી ઙ્ગબહાર આવે અને જે ભિક્ષુકોના કોઇ નજીકના સગાવાહલા છે તેમને બોલાવીને જે તે ભિક્ષુકની સજા પુરી થયા બાદ તેમના સગાવાહલાને સોંપી દેવામાં આવે છે

મંત્રીશ્રીએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યુ હતુ કે ભિક્ષુક ગૃહોમાં ભિક્ષુકોને લાવવા માટે આ ભિક્ષુકગૃહોના અધિક્ષકશ્રીઓ દ્રારા સ્થાનિક પોલીસનો સહયોગ મેળવીને ભિખ માગતા ભિક્ષુકોને રાઉન્ડ અપ કરી શહેરમાંથી રખડતા, ભટકતા ભીખ માંગતા ભિક્ષુકોને ભીખ માંગતા પકડી તેમની પ્રાથમિક તપાસ કરી મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે છે. કોર્ટ આ ભિક્ષુકોની સ્થિતિ અને પકડનાર અધિકારીઓના બયાનની વિગતો ધ્યાને લઇ આ ભિક્ષુકોને સજાના ભાગરૂપે કેટલા દિવસ આ ભિક્ષુક ગૃહમાં રાખવા તેનો નિર્ણય કરી તેની સજાના હુકમો કરવામાં આવે છે. ત્યારબાદ આ ભિક્ષુકોને જે તે ભિક્ષુક ગૃહમાં મોકલી આપવામાં આવે ઙ્ગછે. વિધાનસભા ગૃહમાં આ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

(4:27 pm IST)