Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ગુજરાતમાં મેઘરાજાનો હળવો મિજાજઃ ૬૮ તાલુકાઓમાં ઝાપટાથી અઢી ઇંચ વરસાદ

ઉત્તર ગુજરાતમાં અઢીઃ દક્ષિણમાં ર ઇંચઃ કચ્છ કોરો ધાકડ

વાપી તા. ૩: જુલાઇ માસના પ્રારંભે મેઘરાજા રાજયભરમાં હળવા થતા રાજયમાં માત્ર ૬૮ તાલુકાઓમાં ઝરમર થી રાા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડા સૌ પ્રથમ ઉ. ગુજરાત પંથકના પારડી જીલ્લાના તાલુકાઓમાં પાટલ ૪૩ મીમી. રાધનપુર ૩૭ મીમી, સાંવલપુર-૧ર મીમી અને સિધાપુર રપ મીમી તો બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં ર૧ મીમી અને સુઇ ગામ ૩પ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં બેચરાજી રર મીમી, ખેરાલુ ૧પ મીમી, મહેસાણા ૩ર મીમી, ઉંઝા ૬૬ મીમી, વડનગર ર૧ મીમી અને વિસનગર ૧૯ મીમી તો સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૧૩ મીમી તથા અરવલ્લી જીલ્લાના તાલુકાઓમાં માલપુર ૧૮ મીમી અને મેઘરજ રર મીમી વરસાદ નોંધાયેલ છે. પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારને જોઇએ તો અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં ધંધુકા ૩૮ મીમી અને દાહોદ જીલ્લાના તાલુકાઓમાં સિંધવડ ર૦ મીમી વરસાદ નોંધાયેલ છે. દ. ગુજરાત પંથકને જોઇએ તો ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ઉમરગામ ૪૭ મીમી અને વાપી ૧૩ મીમી વરસાદ નોંધાયેલ છે.

(1:18 pm IST)