Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

સુરત, વલસાડ, દાદરાનગર હવેલી ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ પડશે

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, વલસાડ, દાદરાનગરહવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે.

(10:59 pm IST)