Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બ્રાહ્મણ એટલે કોણ? શકિતસિંહ ગોહિલ દ્વારા રસપ્રદ તારણ

રાજકોટ તા. ૩ :.. પ્રખર વકતા અને અભ્‍યાસુ રાજકારણી તથા કોંગ્રેસ પક્ષના રાજયસભાના  સાંસદ શ્રી શકિતસિંહ ગોહીલે  બ્રાહ્મણ એટલે કોણ ? તેના વિશે ખૂબ જ સુંદર ઓડિયો કિલપના માધ્‍યમથી વાત રજૂ કરી છે.

પ હજાર વર્ષથી ચાલી આવતી એક ભવ્‍ય વિચારધારા, એક ભવ્‍ય પરંપરા, એક વિચારધારામાં સાહિત્‍ય હતું. સંગીત હતુ કળા હતી, જયોતિષ હતું. ખગોળ હતું. ભુગોળ હતું. ગણિત હતું, શાષા હતું શષા હતું. અને એ વિચારધારા એટલે  બ્રાહ્મણ વિચારધારા.

બ્રાહ્મણ કોણ છે એ બ્રાહ્મણ આર્ય સંસ્‍કૃતિના ઉદયકાળે કેડ સમાણા પાણીમાં ઉભા રહીને સૂર્યને અંજલી અર્પતા એટલે બ્રાહ્મણ યજ્ઞશાળામાંથી ઉઠતો શ્‍લોકોનો ગુંજારવ એટલે બ્રાહ્મણ, દૈવિતતાના રક્ષણ માટે દેહનું દાન દઇ દે તો દિધચી રૂષિ એટલે બ્રાહ્મણ.

અન્‍યાય અને અત્‍યાચાર સામે લડતા ભગવાન પરશુરામની ફરસીની તેજસ્‍વી ધાર એટલે બ્રાહ્મણ વ્‍યાસ અને પારાસરની વિદ્વતા એટલે બ્રાહ્મણ, તુલસીની સુંદર ચોપાઇ એટલે બ્રાહ્મણ, નચિકેતા અને નિヘતિતા એટલે બ્રાહ્મણ.

રાવણની શિવભકિત એટલે બ્રાહ્મણ સુદામાની યયાચકતા એટલે બ્રાહ્મણ અને સાડા ત્રણ ડગલામાં પૃથ્‍વીને માંગી લેનાર વામનની વિરાટતા એટલે બ્રાહ્મણ.

દુર્વાસાનો ક્રોધ એટલે બ્રાહ્મણ, ભૃગુરૂષીની ભડવિરતા એટલે બ્રાહ્મણ, અસ્‍વસ્‍થામાના હૃદયની વેરની આગનો તણખો એટલે બ્રાહ્મણ.

૧૮પ૭માં વિપ્‍લવામાં ઝાંસીની રાણી લક્ષ્મી બાદ ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, તાત્‍યા ટોપે, વિર જવાનોની ક્રાંતિની જવાળા એટલે બ્રાહ્મણ.

વશિષ્‍ઠ સાંદિપની અને ચાણકય જેવા ગુરૂ એટલે બ્રાહ્મણ, એક ઘુંટમાં દરિયાને પી જનાર અગસ્‍યઋષિ એટલે બ્રાહ્મણ.

વિનોબાજીનો યજ્ઞ એટલે બ્રાહ્મણ. રવિશંકર મહારાજની મુક સેવા એટલે બ્રાહ્મણ. આદિ કવિ નરસૈયાથી માંડીને આજના આધુનિક કવિ રાજેન્‍દ્ર શુકલ સહિતના કવિઓની કલમનો કસબ એટલે બ્રાહ્મણ.

શસ્‍ત્ર અને શસ્‍ત્રોનો સમન્‍વય એટલે બ્રાહ્મણ, અત્ર, તત્ર, સર્વત્ર બ્રાહ્મણ.

(10:24 am IST)