Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરતમાં જાહેરનામાના ભંગ બદલ છ લોકોની ધરપકડ : બિનજરૂરી બહાર ફરતા 90 લોકોના વાહનો જપ્ત

 

સુરત : કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાને લઈ શહેર પોલિસ દ્વારા આજ રોજ જાહેરનામા ભંગના બદલ વિવિધ કલમો હેઠળ 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી બહાનાબાજી કરીને બહાર ફરતા 90 લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

 

લોકડાઉન દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ 15368 આરોપીઓની જુદા જુદા ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી બહાનાઓ બનાવીને ફરતા 37,679જેટલા લોકોના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.સુરત શહેરમાં અનલોક-1ના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેથી કોરોના ની પ્રવર્તમાન સ્થિતિ અનુસાર શહેરીજનોએ માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ તેમજ લોકડાઉનના નિયમોનું જવાબદારીપૂર્વક પાલન કરવા અનુરોધ કરાયો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શહેરીજનોને સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ સૂરત શહેર પોલિસ દ્વારા કરવામાં આવી રહી છે

(12:06 am IST)