Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દાણીલીમડાના સફાઈ કામદારના મોત અંગે સ્પષ્ટતા ન થતા વિવાદ

કોર્પોરેશને સિવિલની સ્પષ્ટતા માગી : કોરોના વોરિયર્સને ૨૫ લાખ સહાયની જાહેરાત થયેલી છે

અમદાવાદ, તા. ૩  : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર વીરાભાઈ દાનાભાઈ રાણાના મૃત્યુ અંગે સિવિલ હોસ્પિટલે ડેથનું કારણ ન નોંધતા તેમજ સ્મશાન ગૃહની સ્લીપમાં મોતનું કારણમાં કોરોનાને લીધે નોંધતા જે અંગે વિવિદ થતા આસીસ્ટન્ટ ડાયરેક્ટર દક્ષિણ ઝોન દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેડન્ટને અરજી લખી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈકામદાર તરીકે ભરજ બજાવતા વીરાભાઈ દાનાભાઈ રાણાનું મૃત્યુ ૧૮મી મેના સાંજે પાંચ દિવસની સારવાર બાદ થયું હતું. જેમાં સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગ તરફથી ઈસ્યુ કરવામાં આવેલ જેમાં મૃત્યુના કારણનો ઉલ્લેખ કરાયો ન હતો. જ્યારે સ્મશાન ગૃહ તરફથી મૃતકના અંતિમ સંસ્કાર સમયે કોરોનાને લીધે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ બાબતે વિવાદ થતા દક્ષિણ ઝોનના આસીસ્ટન્ટ ડાયરેક્ટરે સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટને પત્ર લખી સ્પષ્ટતા કરવાનું જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સફાઈ કામદારનું કોરોના મહામારી દરમિયાન કોરોનાને લીધે મૃત્યુ થાય  તો ૨૫ લાખ આપવાની જોગવાઈ છે. આથી આ બાબતે વહેલીતકે સ્પષ્ટતા કરવાનું કોર્પોરેશને સિવિલ હોસ્પિટલને જણાવ્યું છે.

(9:38 pm IST)