Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ગુજરાત રાજ્યના ચાર આઈપીએસની બદલી

અમદાવાદ, તા.૩ :   ગૃહવિભાગે ૨૦૧૬ની બેંચના ચાર આઈપીએસ અધિકારીનાં  બઢતી સાથે બદલીના ઓર્ડર કરેલ છે.અમરેલીના આસીસટન્ટ પોલીસ સુપરીટેન્ડન્ટ પ્રેમસુખ ડેલુ એસઆરપીએફના ગૃપ૨૧ના ગોંડલ અમરેલી ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવીછે.રવીન્દ્ર પટેલની વડોદરાએસઆરપીએફ ગૃપ-૯માં બદલી સાથે બઢતી આપવામાં આવી છે.તેઓ વડોદરા રુરલમાં ફરજ બજાવતા હતા.વેરાવળના આસીસટન્ટ પોલીસ સુપરિટેન્ડન્ટ અમીત વસાવાની બનાસકાંઠાના મેડાણા એસઆરપીએફગૃપ-૩ મેડાણાના કમાન્ડન્ટ તરીકે બદલી કરાઈ છે.જયારે આસીસટન્ટ સુપરીટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રવીણકુમારને બઢતીઆપીને રાજકોટ શહેર ઝોન -૧ના ડીસીપી બનાવવામાં આવ્યા છે.

(9:35 pm IST)