Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાજ્યમાં કોરોનાના નવા 485 કેસ : વધુ 30 લોકોના મોત : સંક્રમિતની સંખ્યા 18,117 થઇ

અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39,નવા કેસ :આજે વધુ 318 દર્દીઓ ડિસ્ચાર્જ થયા : કુલ 12,212 દર્દીઓ સ્વસ્થ થયા

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 485 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 18,117 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 30 દર્દીના મોત થયા છે જ્યારે આજે રાજ્યભરના 318 દર્દી ડીસ્ચાર્જ થયા છે.

 રાજ્યમાં કોરોનાના નવા 485 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 30 લોકોના મોત નિપજ્યા છે  છેલ્લા 24 કલાક દરમિયાન 318 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 12,212 એ પહોંચી છે રાજ્યમાં સાજા થવાનો દર 67.40 ટકા પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં નવા 485 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 1, બનાસકાંઠામાં 10, આણંદ 1, રાજકોટ 2, અરવલ્લી 2, મહેસાણા 4, પંચમહાલ 3, ખેડા 5, પાટણ 5, ભરૂચ 3, સાબરકાંઠા 1, દાહોદ 1, નવસારી 2, જૂનાગઢ અને સુરેન્દ્ર નગરમાં 1-1 કેસ નોંધાયો છે. 

છેલ્લા 24 કલાક દરિયાન રાજ્યભરમાં 30 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 22, વડોદરામાં 3, સુરતમાં 2, ભાવનગર, કચ્છ અને નવસારીમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા.૩ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૪૮૫ કેસ સપાટી પર આવ્યા હતા.

શહેર............................................................... કેસ

અમદાવાદ.................................................... ૨૯૦

સુરત.............................................................. ૭૭

વડોદરા.......................................................... ૩૪

ગાંધીનગર...................................................... ૩૯

ભાવનગર.......................................................... ૪

બનાસકાંઠા...................................................... ૧૦

આણંદ............................................................... ૧

રાજકોટ............................................................. ૨

અરવલ્લી.......................................................... ૨

મહેસાણા............................................................ ૪

પંચમહાલ.......................................................... ૩

ખેડા.................................................................. ૫

પાટણ................................................................ ૫

રૂચ................................................................. ૩

સાબરકાંઠા......................................................... ૧

દાહોદ............................................................... ૧

નવસારી............................................................ ૨

જુનાગઢ............................................................. ૧

સુરેન્દ્રનગર........................................................ ૧

કુલ.............................................................. ૪૮૫

(9:32 pm IST)